top of page

*દરેક વૃક્ષ છે ખાસ*

 

ભર ઉનાળે ઘટાદાર વડ નીચે બેસો તો એ.સી. કરતાં પણ વધારે આહલાદક અનુભવ થાય. અને ઉનાળામાં કેરી ખાવાની તો કેવી મઝા આવે! ચોમાસાની શરૂઆતમાં જાંબુ ખાઈએ તો જીભને તો જલસો પડે જ, અને શરીર પણ નિરોગી રહે. અને ઔષધની વાત આવે તો લીમડાને કેમ ભુલાય? કડવાં લીમડાનાં ગુણ ના હોય કડવાં...!

 

કોઈ વૃક્ષ સરસ છાંયડો આપે તો કોઈ આપે સરસ મઝાનાં ફળ, તો કોઈ આપે સરસ મઝાનાં ફૂલ. આ ઉપરાંત, દરેક વૃક્ષની કોઈ ખાસિયત હોય છે. અમે માનીએ છીએ કે જો લોકોને આ ખાસિયતથી પરિચિત કરવામાં આવે તો શક્ય છે કે લોકો વૃક્ષની વધારે સારી રીતે કાળજી રાખે અને વધુ વૃક્ષો વાવે.

 

આ બાબતને ધ્યાનમાં રાખીને SLS Tree Lovers ગ્રુપ દ્વારા દરેક વૃક્ષ છે ખાસ નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે. લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો આ એક પ્રયાસ છે. આ અંતર્ગત, દર થોડાં અઠવાડિયે એક વોટ્સએપ મેસેજ કરવામાં આવે છે. જો તમને યોગ્ય લાગે તો તમે આ સંદેશો બીજાં લોકો સુધી પહોંચાડી શકો છો. જો આ થકી કોઈને એકાદ વૃક્ષ ઉછેરવાની પ્રેરણા થાય અને એક વૃક્ષ ઉછરે તો આપણાં આ પ્રયાસો સફળ થયાં ગણાશે.

 

આ વેબસાઇટ નો હેતુ દરેક વૃક્ષ છે ખાસ પહેલ અંતર્ગત કરવામાં આવતાં સંદેશાને ઇન્ટરનેટનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે. અહીં, નીચે આપેલ વૃક્ષનાં નામ પર ક્લીક કરીને તમે જે તે વૃક્ષ વિશે માહિતી મેળવી શકો છો. આભાર.  

 

દરેક વૃક્ષ છે ખાસ પહેલની શરૂઆત Mother's Day,  ૧૨ મે, ૨૦૧૯ ના દિવસે કરવામાં આવી હતી. અમે આ આપણી ધરતી માતાને અર્પણ કરીએ છીએ.

 

એક નાનું પગલું હરિયાળાં વિશ્વ તરફ!

Gallery
bottom of page