top of page
![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![amla.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_52e5c3f021214ab39705e6d40db5a5c3~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/amla.jpg)
આમળી
*આમળી*
આ શિયાળાની ઋતુમાં તમે આમળાં તો ખાધાં હશે. આમળામાં વિટામિન સી ખૂબ સારાં પ્રમાણમાં હોય છે. આમળાં આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે.
- તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. (ચ્યવનપ્રાશમાં મુખ્ય ઘટક તરીકે આમળાં જ હોય છે ને!)
- વાળની તંદુરસ્તી જાળવી રાખવા માટે આમળાં ખૂબ ઉપયોગી છે.
- કબજિયાતનાં દર્દીઓ માટે આમળાં આશીર્વાદ સમાન છે.
આવું ઉપયોગી ફળ જે વૃક્ષ પર થાય એ વૃક્ષ એટલે જ આમળી. એને ૩ થી ૫ વર્ષે ફળ આવે છે. એ મધ્યમ કક્ષાનું વૃક્ષ હોય છે અને એનો ઘેરાવો ૧૨ થી ૧૩ ફૂટ હોય છે. તેથી ઘર નજીક પણ ઉછેરી શકાય છે.
આપણે પણ કોઈ એક વૃક્ષ વાવીએ તો કેવું?
*દરેક વૃક્ષ છે ખાસ*
( આમળી - ભાગ ૧ )
bottom of page