મધુમાલતી
*રંગ બદલતાં સુગંધિત ફૂલોની વેલ*
મધુમાલતીનાં ફૂલો સાંજે જ્યારે ખીલે ત્યારે સફેદ રંગનાં હોય છે. સવાર સુધીમાં ધીમે ધીમે તેમાં ગુલાબી છાંટ આવે છે અને પછી ઘેરા લાલ રંગના બને છે. આ ફૂલો ત્રણ દિવસ સુધી વેલ પર રહેતા હોય છે અને લટકતાં પુષ્પસમૂહમાં ફૂલો ક્રમશ: ખીલે છે એટલે કે દરરોજ થોડાં નવા ફૂલો ખીલતાં હોય છે. આ કારણે વેલ પર સફેદ, આછા ગુલાબી અને ઘેરા લાલ રંગનાં ફૂલો સમૂહમાં જોવા મળતાં હોય છે. આ ફૂલો સાંજે અને તે પછી વિશિષ્ટ પ્રકારની સુગંધી આપે છે.
આ વેલ ઝડપથી વૃદ્ધિ પામે છે અને ઓછી કાળજીથી પણ ઉછરી શકે છે. એને પૂરતાં સૂર્યપ્રકાશની હાજરીમાં અને અનુકૂળ પરિસ્થિતિમાં લગભગ સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો આવતાં હોય છે. આ કારણે એને ઘણાં ઘરોમાં અને બાગ બગીચાઓમાં ઉછેરવામાં આવે છે.
ગુજરાતી વિશ્વકોશમાંથી સાભાર.
*દરેક વૃક્ષ છે ખાસ*
(મધુમાલતી - Rangoon Creeper - ભાગ ૧)