top of page
rayan.jpg

રાયણ

*રાયણ*

 

રાયણનું વૃક્ષ મધ્યમ આકારનાં પાંદડાંવાળું એક ઘટાદાર વૃક્ષ છે. આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે અને મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.

 

રાયણનાં ઝાડની છાલ થોડી ચીકણી હોય છે. જયારે રાયણનું ફળ પાકે છે ત્યારે  પીળા રંગનું હોય છે. તે ફક્ત શરૂઆતથી મધ્ય ઉનાળા સુધી એટલે કે એપ્રિલ - મે દરમિયાન મળે  છે. થોડાં વર્ષો પહેલાં રાયણ સરળતાથી પ્રાપ્ત થતાં હતાં પરંતુ હવે એ સરળતાથી ઉપલબ્ધ થતાં નથી અને ઘણીવાર જાંબુ વિક્રેતાઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. 

 

રાયણનાં  ફળનો સ્વાદ મીઠો હોય છે તેમજ તે ગુણકારી અને પૌષ્ટિક હોય છે. રાયણનાં પાનનો રસ પીવાથી સફેદ ડાઘ દૂર થાય છે. રાયણ નું દૂધ દાંતનાં દુખાવાને દૂર કરવા માટે મદદ કરે છે. વીંછી કરડ્યો હોય તો ત્યાં રાયણનાં બી લગાવવાથી ઝેર ઉતરી જાય છે. 

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( રાયણ - Manilkara Hexandra - ભાગ ૧ )

bottom of page