![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![limbdo.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_5c5c269ae648417a8185c49a04bffa83~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/limbdo.jpg)
લીમડો
*લીમડો એટલે ગામડાંની ફાર્મસી*
થોડાં દિવસોમાં જ ચૈત્ર મહિનાની શરૂઆત થશે. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એટલે ગુડી પડવો. આ દિવસે, મહારાષ્ટ્રમાં લીમડાનો રસ પીવાની તથા લીમડાનાં તાજાં પાન ખાવાની પરંપરા છે. બીજાં રાજ્યોમાં ચૈત્રી નવરાત્રીનાં નવ દિવસ સવારે ૨૦ થી ૫૦ મિલિ જેટલો લીમડાનો રસ પીવાની પરંપરા છે. ચાલો, આજે વડીલોની આ સરસ પરંપરા પાછળનું રહસ્ય જાણીએ.
ચૈત્ર મહિનાની શરૂઆત એટલે શિયાળાનો ઉત્તરાર્ધ અને ઉનાળાનો પ્રારંભ. આ દરમિયાન બેવડી ઋતુ અનુભવાતી હોય છે અને બીમાર થવાની શક્યતા વધુ હોય છે. આ ઉપરાંત, શિયાળા દરમિયાન મોટા ભાગે શરીરમાં કફનો સંચય થતો હોય છે. કફનાં પ્રકોપને શાંત કરવા માટે કડવો રસ શ્રેષ્ઠ મનાય છે. તેથી, આપણે આ દરમિયાન લીમડાનો રસ પીએ તો નિરોગી રહી શકીએ.
ઉપરાંત, લીમડાનો રસ શીતળતા પણ પ્રદાન કરતો હોવાથી ઉનાળાની ગરમીને કારણે થતાં રોગોથી પણ બચી શકાય.
*દરેક વૃક્ષ છે ખાસ.*
( લીમડો - ભાગ ૧)