top of page
vad.jpg

વડ

*વડ  ભાગ-૧*

વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.

 

આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે "વડવાઇ" કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને "ટેટા" કહેવાય છે.

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.

 

વડને અંગ્રેજીમાં Banyan Tree (બનિયાન ટ્રી) કહે છે. આ નામ ગુજરાતી વાણિયા પરથી પડેલ છે.જુનાં જમાનામાં મહદઅંશેતો વેપાર-ધંધો વાણિયા જ્ઞાતિનાં લોકોજ કરતા,જે હિન્દી ભાષામાં "બનિયા" તરીકે ઓળખાતા અને ગામે ગામ વડનાં વૃક્ષ નીચે પોતાની દુકાન લગાવતા.પોર્ટુગિઝ લોકોએ આ પ્રથાને કારણે જે વૃક્ષ નીચે વેપારીઓ ધંધો કરતા તે વૃક્ષનેજ "બનિયાન" તરીકે ઓળખવાનું ચાલુ કરી દીધું, અને ૧૬૩૪ આસપાસ આ શબ્દ અંગ્રેજી ભાષામાં પણ પ્રવેશ પામ્યો.

 

હિંદુ ધર્મમાં વડને બહુ જ પવિત્ર મનાય છે, તેને "અશ્વશ્થ વૃક્ષ" કહેવાય છે. દક્ષિણામૂર્તિ પ્રમાણે ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, રૂષિઓ સાથે મૌન સાધનામાં હંમેશા વડવૃક્ષની નીચેજ બેઠેલા દર્શાવાય છે. આ વૃક્ષનાં અસીમ વિસ્તારને કારણે તેને અનંત જીવનનાં પ્રતિક સમાન ગણવામાં આવે છે.

હિંદુસંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( વડ - ભાગ-૧  )

*વડ- ભાગ ૨*

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ!

ભારતનું રાષ્ટ્રીય પક્ષી? મોર

પ્રાણી? વાઘ

ફૂલ? કમળ

રમત? હૉકી

વૃક્ષ?

?

ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન વડને પ્રાપ્ત થયેલ છે. જે તેની વિકટ પરિસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા, પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને શીતળ છાંયડો આપવાનો ગુણ અને એની ઉપયોગિતાને ધ્યાને રાખીને અપાયેલ છે.

વડ અને વડોદરા... સામ્યતા લાગે છે ને? હા, વડોદરા શહેરનું નામ વડ વૃક્ષ પરથી જ પડેલ છે.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( વડ - ભાગ ૨ )

bottom of page