top of page
ashopalv.jpg

 આસોપાલવ

*આસોપાલવ*

 

આસોપાલવ એ ૧૨ થી ૧૫ મીટર ઊંચું થતું અને *સદાય લીલુંછમ* રહેતું વૃક્ષ છે. શુભ પ્રસંગે એનાં પાનનાં તોરણ બનાવાય છે. એની એક વિશેષતા એ છે કે એની રચનાને કારણે એ ધ્વનિ પ્રદૂષણ (ઘોંઘાટ) નિવારવામાં ઘણું મદદરૂપ થાય છે.

 

તમે ઘણાં પાર્ટી પ્લોટની ચોતરફની દીવાલ નજીક આસોપાલવની હારમાળા જોઈ હશે. એ વાર તહેવારે પ્લોટમાં વપરાતાં DJ અને લાઉડ-સ્પીકરનાં અવાજથી આસપાસનાં રહીશોને રાહત આપે છે. 

 

સોસાયટીની દીવાલ નજીક આવાં આસોપાલવની હારમાળા રસ્તાં પર જતાં આવતાં વાહનોનાં ઘોંઘાટથી તેમજ હવાનાં પ્રદૂષણથી રાહત અપાવી શકે છે.

 

ઘર કે દુકાન નજીક આસોપાલવ હોય તો આપણને ચોખ્ખી હવા મળતી રહે, વાતાવરણમાં ઠંડક રહે અને  એથી ઉનાળામાં એ.સી.નાં બિલમાં રાહત પણ થાય.

*દરેક વૃક્ષ છે ખાસ.*

( આસોપાલવ  - ભાગ ૧ )

bottom of page