top of page
pipal.jpg

પીપર

*પીપર એટલે ભગવાનની સુંદર વ્યવસ્થાની ઝાંખી કરાવતું વૃક્ષ!*

 

પીપર એ વડનાં કુળનું ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. પીપરને પણ વડનાં વૃક્ષની જેમ જ ટેટાં આવે છે. તમને કદાચ થતું હશે કે આ ટેટાંનો શો ઉપયોગ થતો હશે? આ ટેટાંનો કોયલ, બુલબુલ, પોપટ, કાબર, કંસારા જેવાં કેટલાંય પક્ષીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 

 

વડનાં કુળનાં વૃક્ષોની વિશિષ્ટતા એ કે અલગ અલગ વૃક્ષોને વર્ષમાં અલગ  અલગ સમયે ફળ એટલે કે ટેટાં આવે. વડ ને કોઈ અલગ ઋતુમાં તો પીપરને કોઈ અલગ ઋતુમાં. ભગવાનની કેવી સુંદર વ્યવસ્થા કે પંખીઓને ખોરાકની ખેંચ ના પડે!

 

સંદર્ભ: 'આંગણે વાવીએ કલરવ' પુસ્તક

 

*દરેક વૃક્ષ છે ખાસ*

 

( પીપર - ભાગ ૧ )

bottom of page