![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![kachnar.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_61daff66f3664052a0f8298f4996cb08~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,lg_1,q_80,enc_avif,quality_auto/kachnar.jpg)
કાંચનાર
*કાંચનાર*
અમુક વૃક્ષો તેનાં ફળનાં કારણે ઓળખાતાં હોય છે જેમ કે આંબો.
અમુક એનાં ઔષધિય ગુણોને કારણે જેમ કે લીમડો.
વળી, અમુક એની ઘનઘોર ઘટાનાં કારણે જેમ કે વડ.
અને અમુક એની સુંદરતાનાં કારણે જેમ કે કાંચનાર.
શિયાળાની ઋતુમાં કાંચનાર વૃક્ષ જ્યારે ફૂલોથી લચી પડે ત્યારે ખૂબ સુંદર લાગે છે. એની સુંદરતાને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ દ્રારા એની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
આ વૃક્ષની અલગ અલગ જાતોને અલગ અલગ રંગનાં ફૂલો આવે છે. કોઈકને આછો જાંબલી, કોઈને ઘેરો ગુલાબી તો કોઈકને સફેદ.
એની બીજી એક વિશેષતા એનાં પતંગિયાંનાં આકારને મળતાં આવતાં પાન છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( કાંચનાર - ભાગ ૧ )
*કાંચનાર*
શિયાળાની ઋતુમાં તમે ઘાટા ગુલાબી રંગનાં ફૂલોથી શોભતું અને પતંગિયાના આકાર જેવા પાંદડાવાળું વૃક્ષ જુઓ તો એ સંભવતઃ કાંચનારનું વૃક્ષ હોય શકે છે. આ ઋતુમાં આ વૃક્ષને વિપુલ માત્રામાં ફૂલો આવતાં હોવાથી એ નયનરમ્ય લાગે છે. એની સુંદરતાને કારણે ઘણાં જાહેર બાગ બગીચાઓમાં એને ખાસ ઉછેરવામાં આવે છે.
કાંચનારના ફૂલોને પાંચ પાંદડીઓ હોય છે. ઘણી જગ્યાએ સફેદ રંગનાં ફૂલોવાળો કાંચનાર પણ જોવા મળે છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( કાંચનાર - ભાગ ૨)