top of page
limbu.jpg

લીંબુડી

*લીંબુડી*

ઉનાળાની સખત ગરમીમાં લીંબુનું શરબત તાજગીનો અહેસાસ કરાવે છે તો માંદગીનાં સમયે ઝડપથી સાજા થવામાં પણ એ મદદ કરે છે.

 

લીંબુમાં વિટામિન *સી* સારાં પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લીંબુ એ લોહી શુધ્ધ કરવામાં અને પેટનાં વિવિધ રોગ મટાડવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, એ વાતહર, પિત્તહર અને કફહર છે. 

 

લીંબુડી (લીંબોઈ) એ સદાહરિત રહેતું મધ્યમ ઊંચાઈ પ્રાપ્ત કરતું લીંબુનું વૃક્ષ છે. એક સીઝનમાં એ સરેરાશ ૫૦ કિલો જેટલાં લીંબુ આપે છે. અને એ અંદાજે ૧૫ થી ૨૦ વર્ષ સુધી સારાં ફળો આપે છે.

 

શું તમે જાણો છો લીંબુનાં ઉત્પાદનમાં ભારતનું સ્થાન મોખરાનું છે? તમે એક વૃક્ષ ઉછેરીને પણ આપણાં દેશનાં અર્થતંત્રને ટેકો આપી શકો છો.

*દરેક વૃક્ષ છે ખાસ.*

 

( લીંબુડી - ભાગ ૧ )

bottom of page