![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![office time.png](https://static.wixstatic.com/media/6c5eb4_521c13a77f844f43b3ce5fb78025dab6~mv2.png/v1/fill/w_200,h_200,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/office%20time.png)
ઓફિસ ટાઈમ ફૂલ
*ઓફિસ ટાઈમ ફૂલ*
કોઈ ધાર્મિક સ્થાન હોય કે કોઈ પાર્ટી પ્લોટ, કોઈ કૉલેજનું કેમ્પસ હોય કે કોઈ જાહેર બાગ બગીચો કે પછી હોય કોઈ મોલ કે બિલ્ડીંગનું પ્રવેશદ્વાર, બધી જગ્યાએ શોભા વધારતાં આ નયનરમ્ય ફૂલો સંભવતઃ તમને જોવા મળી જ જાય.
સવારે ૮-૯ વાગે જ્યારે એનાં પર સૂર્યપ્રકાશ પડે ત્યારે આ ફૂલો ખીલતાં હોય છે અને સાંજે ૪-૫ વાગે જ્યારે સૂર્યપ્રકાશ ઓછો થાય ત્યારે આ ફૂલો બીડાવાની શરૂઆત થતી હોય છે. આ સમય મોટાં ભાગની ઓફિસોના સમયને મળતો આવતો હોવાથી આ ફૂલને ઓફિસ ટાઈમ ફૂલ કહે છે.
આ ફૂલો સફેદ, રાણી, આછો ગુલાબી, કેસરી વગેરે વિવિધ રંગોમાં જોવા મળે છે.
આ છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે એવી જગ્યાએ રોપવો જોઈએ. આ છોડની ડાળીને રોપવાથી પણ એને સહેલાઈથી ઉગાડી શકાય છે. આ છોડને બહુ માવજતની જરૂર નથી પડતી. ઘણાં લોકો પોતાનાં ઘરે કૂંડામાં રોપવા માટે આને ખાસ પસંદ કરે છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( ઓફિસ ટાઈમ ફૂલ - Moss Ross - ભાગ ૧ )