top of page
બદામ
*બદામ*
બદામને ઉષ્ણકટિબંધીય વિસ્તારની એટલે કે ભારત જેવાં ગરમ પ્રદેશની આબોહવા વધુ માફક આવે છે. આ ઉપરાંત, તેને રેતાળ જમીન વધુ માફક આવતી હોવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં એનો વિકાસ ઝડપી હોય છે.
બદામની એક વિશેષતા એ છે કે એની મોટાં ભાગની ડાળીઓ જાણે કે એનાં થડ સાથે કાટખૂણો બનાવતી હોય એવી રીતે વિકસતી હોય છે.
બાળપણમાં તમે બદામ ખાધી હશે. એનો પોતાનો અનેરો સ્વાદ હોય છે. આપણી આવનારી પેઢી પણ એનો સ્વાદ માણી શકે એ માટે આપણે પણ એક બદામનું વૃક્ષ ઉછેરીએ તો કેવું?
*દરેક વૃક્ષ છે ખાસ*
( બદામ - ભાગ ૧ )
bottom of page