જાંબુડો
*જાંબુડો - ભાગ ૧*
જાંબુ એટલે રોજગારી!
જાંબુનાં ગુણો વિશે તો તમે સાંભળ્યું જ હશે. જાંબુ આરોગ્યની દ્રષ્ટિએ ઘણું લાભદાયક છે. ખાસ કરીને, ડાયાબિટીસનાં દર્દીઓ માટે તો વરદાનરૂપ છે. પણ આજે આપણે કંઈક અલગ વાત કરવી છે.
ચોમાસાની શરૂઆતમાં રસ્તાં પર તમે જાબું વેચતાં લોકોને જોયાં હશે. જાંબુ આ લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્રણ જાંબુના ઝાડ એની સિઝન દરમિયાન એક પરિવારનું સારી રીતે ભરણ પોષણ કરી શકાય એટલી આવક રળી આપે છે.
આમ, જો એક જાંબુનું વૃક્ષ ઉછેરીએ તો ઑક્સિજન, છાંયડો અને સરસ જાંબુ તો મળે જ. ઉપરાંત, કોઈને રોજગારી પણ મળે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( જાંબુડો - ભાગ ૧ )
*જાંબુડો - ભાગ ૨*
બજારમાં જાંબુનાં આગમનની શરૂઆત થઈ ચૂકી છે. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત, જાંબુમાં વિટામિન સી અને વિવિધ ખનીજતત્ત્વો (મિનરલ્સ) સારાં પ્રમાણમાં હોય છે અને આ ઋતુમાં જાંબુનું સેવન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
જાંબુ વિશે અન્ય થોડી વાત કરીએ તો, જાંબુનાં વૃક્ષની છાયા શીતળ અને સુખદાયક માનવામાં આવે છે. તેથી જ, કદાચ ઘણી જગ્યાએ જાંબુની છાયામાં વન-ભોજનને અનેરું મહત્ત્વ આપવામાં આવે છે.
જાંબુનાં ઝાડનું લાકડું પાણીમાં સડતું નથી. તેથી, મકાન બાંધવામાં, ખેતીનાં ઓજાર તથા રેલ્વેનાં સ્લીપર બનાવવામાં ઉપયોગી છે.
સદાહરિત રહેતાં આ વૃક્ષને ભારતમાં મોટાં ભાગની જગ્યાએ સરળતાથી ઉછેરી શકાય છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( જાંબુડો - Jamun tree - ભાગ ૨ )