![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![mahudo.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_ac8fafbb1f224be3b642837cead894d6~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/mahudo.jpg)
મહુડો
*મહુડો - મજબૂતી એવી કે ટકે વરસોવરસ*
જૂનાં જમાનામાં ઘરનાં બાંધકામમાં થાંભલા, મોભ (છાપરાના ટેકારૂપ મુખ્ય આડુ લાકડું), આડસર (છાપરું ટકાવવા માટે લંબાઈને સમાંતર રાખવામાં આવતું લાકડું), પીઢ (જેના ઉપર મેડાનાં પાટિયાં જડવામાં આવે છે તે લાંબું લાકડું) વગેરે લાકડાનાં બનાવવામાં આવતાં હતાં.
સાદડ, સાગ, ખીજડો (શમી) ઉપરાંત ઘણી જગ્યાએ આ માટે મહુડાનાં વૃક્ષનું લાકડું પણ ઉપયોગમાં લેવાતું. તમે આજથી ૭૦-૮૦ વર્ષ પૂર્વે બનેલાં મકાનો જોયાં હશે કે જેનાં લાકડાનાં થાંભલા, મોભ વગેરે આજે પણ અડીખમ હોય છે. મહુડાનું લાકડું સૂકાઈ ગયા પછી ખૂબ જ સખત થઈ જાય છે.
આપણાં વડીલો પોતાની નિરિક્ષણશક્તિ અને અનુભવનાં આધારે એવાં વૃક્ષની પસંદગી કરતાં હતાં કે જેનું લાકડું ખૂબ મજબૂત હોય અને જેનાં પર વાતાવરણની ખૂબ જ નહિવત અસર થાય. વડીલોની આ આવડતની પ્રશંસા કરવા જેવી છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
(મહુડો - Mahuwa tree - ભાગ ૧)