top of page
![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![samdo.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_f8085acd0d784482b6e8dcc59aebd7e6~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,lg_1,q_80,enc_avif,quality_auto/samdo.jpg)
સમડો
*સમડો એટલે સંકટમોચક!*
સમડાંને ખીજડો કે શમી પણ કહેવામાં આવે છે. અમુક પ્રદેશમાં ખેતરમાં સમડાનું એક વૃક્ષ ઉછેરવાની પરંપરા છે. ખેડૂતો વાર - તહેવારે એની પૂજા પણ કરતાં હોય છે. સમડાંનાં ગુણો જાણીને તમને આપણાં વડીલોની આ પરંપરા પર ગર્વ થશે.
સમડો જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં ખૂબ સહાયક છે. એટલે, સમડાનું વૃક્ષ જમીનને ઉજ્જડ બનતી અટકાવી શકે. આ ઉપરાંત, એના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જતાં હોવાથી ખૂબ ઓછાં વરસાદમાં પણ એનાં પાન લીલાં રહે છે. એથી, દુષ્કાળના સમયે ઊંટ, બકરી જેવાં પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગી થાય છે.
આમ, જો હોય જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાની વાત કે હોય દુષ્કાળની પરિસ્થિતિ, સમડો બની શકે છે સંકટમોચક. અને આવાં અદ્ભૂત ગુણોને કારણે એને રાજસ્થાન અને તેલંગણાનાં રાજવૃક્ષ નો દરજ્જો મળેલો છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( સમડો - ભાગ ૧ )
bottom of page