![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![jarul_edited.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_5e1110c246b94803a0a55325f3baba44~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/jarul_edited.jpg)
જારૂલ
*Pride of India*
સૌ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે એવાં વૃક્ષ વિશે વાત કરવી છે જેને વિશ્વ 'Pride of India' તરીકે ઓળખે છે.
ગુજરાતીમાં તેને જારૂલ કે તામન નામથી અને મરાઠીમાં તમહાન નામથી ઓળખવામાં આવે છે. આ ઝડપથી વિકસતી, લગભગ સદાબહાર, નાનાથી મધ્યમ કદની પ્રજાતિ છે જે ૨૦ મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.
છ-સાત જાંબુડિયા કે ગુલાબી રંગની પાંદડીઓ ધરાવતાં ફૂલો ખૂબ મનોહર લાગે છે. આ ઝાડને આશરે ત્રણ વર્ષની ઉંમરે ફૂલ આવવાની શરૂઆત થાય છે. એપ્રિલમાં એને ફૂલો આવવાની શરૂઆત થાય છે અને જૂન સુધી રહે છે. જુલાઈ અને ઓગસ્ટમાં ફરી વાર ફૂલો આવે છે. આ ઝાડ મોટાભાગે તેનાં મહીનાઓ સુધી આવતાં સુંદર ફૂલો માટે રસ્તાની આજુબાજુ અને બગીચામાં ઉગાડવામાં આવે છે.
Bonus :-> એની સુંદરતાનાં કારણે એને ' *State Flower of Maharashtra* ' નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( જારૂલ - Pride of India - ભાગ ૧ )
*Pride of India*
ભાગ ૧ માં આપણે આ વૃક્ષનાં ફૂલોની સુંદરતા વિશે જાણ્યું હતું. ચાલો, આજે આપણે એનાં અન્ય ગુણો વિશે માહિતી મેળવીએ.
સૌથી સુંદર વૃક્ષોમાંથી એક હોવા ઉપરાંત, આ વૃક્ષ ઔષધીય રીતે મૂલ્યવાન અને આયુર્વેદિક ચિકિત્સામાં પણ પ્રખ્યાત છે. તેનો ઉપયોગ યુરીનલ ચેપ, બ્લડ પ્રેશર અને ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ જેવી ઘણી બિમારીઓની સારવાર માટે થઈ શકે છે. પાંદડામાંથી બનાવેલી ચા હેલ્થ ડ્રિંક તરીકે કામ કરે છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં અને યકૃતને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત, આ વૃક્ષ જમીનનાં ધોવાણ નિયંત્રણ માટે પણ ઉપયોગી થઇ શકે છે. આ ઝાડનો ઉપયોગ અધોગતિશીલ પહાડોના પુનઃનિર્માણ માટે પણ થઈ શકે છે.
ઝાડમાંથી મૂલ્યવાન લાકડા મળે છે જે પાણીમાં પણ સખત અને ટકાઉ હોય છે અને તેથી તે બોટ અને ગાડાં બનાવવા માટે વપરાય છે.
Bonus :-> આ વૃક્ષની સુંદરતા અને અન્ય ગુણોને ધ્યાનમાં રાખીને ૧૯૯૩ માં ભારતીય ટપાલ વિભાગે એની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
*દરેક વૃક્ષ છે ખાસ*
( જારૂલ - Pride of India - ભાગ ૨ )