top of page
mogaro.jpg

મોગરા

*મોગરાની પાખડીમાં સૌરભ અનૂપ...* 

આ કડી સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રસિદ્ધ ભજનની છે. આ તમે સાંભળ્યું પણ હશે.   

 

_મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,_

_શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફૂલ..._

 

મોગરાનાં ફૂલોની સુગંધને કારણે એને ભજનમાં પણ સ્થાન મળ્યું છે. મોગરાનાં છોડને ઉનાળામાં ફૂલો આવતાં હોય છે. એનાં ફૂલોની સુવાસ મનને પ્રફુલ્લિત કરી દે તેવી હોય છે. આપની આસપાસ જો આ છોડ હોય તો આ ઋતુમાં એનાં ફૂલોની સુગંધ માણી જોજો. મન ખુશ થઈ જશે.

 

બાળકોને પણ જો આવાં સુંદર સુગંધીદાર ફૂલોનો પરિચય કરાવવામાં આવે તો એમનો પ્રકૃતિ પ્રેમ વધારી શકાય છે.

 *દરેક વૃક્ષ છે ખાસ*

( મોગરો - Arabian Jasmine - ભાગ ૧ )

bottom of page