top of page


શેવન
*શેવન એટલે સામાજિક વનીકરણ માટે એક સારી પસંદ!*
શેવન (જેને હિન્દીમાં गम्हार કહે છે) એ ઝડપથી વિકસતાં વૃક્ષોમાંનું એક છે. અનુકૂળ પરિસ્થિતિમાં એક વર્ષમાં એ ૧૦ થી ૧૨ ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. શરૂઆતનાં એકાદ બે વર્ષ પછી એને બહુ ઓછી માવજતની જરૂર પડે છે.
આ કારણોસર સોસાયટીનાં કોમન પ્લોટ, ખેતરનાં શેઢે અને રસ્તાની આસપાસ રોપવા માટે આ એક સારી પસંદ છે.
અન્ય એક વિશેષતાની વાત કરીએ તો, એનું લાકડું પવિત્ર માનવામાં આવે છે. અને તે ટકાઉ પણ હોય છે. તેથી, ઘર-મંદિર બનાવવામાં વપરાય છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
( શેવન - ભાગ ૧ )
bottom of page