![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![akash chameli.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_3df27ce5154f47df9244fbecff44517c~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/akash%20chameli.jpg)
આકાશ ચમેલી
*આકાશ ચમેલી*
ચમેલી વિશે તમે સાંભળ્યું હશે. ચમેલીની *વેલ* હોય છે અને એને સફેદ રંગનાં સુગંધિત ફૂલો આવે છે. આજે આપણે વેલ નહિ પણ એવાં *વૃક્ષ* વિશે વાત કરવી છે જેને પણ ચમેલી જેવા સુગંધિત સફેદ ફૂલો આવતા હોય છે.
આ વૃક્ષ _*આકાશ ચમેલી*_, _*લટક ચમેલી*_ કે _*બૂચ*_ તરીકે ઓળખાય છે. સીધું થડ અને લાંબો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવતું અને ઝડપથી વૃદ્ધિ પામતું આ વૃક્ષ લગભગ ૧૮ થી ૨૫ મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.
પારિજાતની જેમ આ વૃક્ષનાં ફૂલો પણ રાત્રે ખીલે છે અને સવાર થતાં મોટા ભાગનાં ફૂલો ખરી પડે છે. આ વૃક્ષને વસંતઋતુમાં અને ઘણી વાર દિવાળીની આસપાસ ફરી વાર ફૂલો આવતાં હોય છે. આ સમય દરમિયાન આસપાસનું વાતાવરણ ફૂલોની સુગંધથી મહેકી ઊઠે છે.
મહારાષ્ટ્રમાં મહિલાઓના વાળની શોભા વધારતી ફૂલોની વેણી બનાવવા માટે આ ફૂલોનો ઉપયોગ થાય છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
(આકાશ ચમેલી - Indian Cork tree - ભાગ ૧)