top of page
jasud.jpg

જાસૂદ

*જાસૂદ* 

જાસૂદને ગણપતિદાદાને પ્રિય ફૂલો પૈકીનું એક માનવામાં આવે છે. ગણપતિદાદા માટેનાં અમુક પેઇન્ટિંગમાં પણ તમે આ ફૂલને જોયું હશે. પશ્ચિમ બંગાળમાં કાલી માતાની પૂજામાં લાલ જાસૂદનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

 

એને સંસ્કૃતમાં જપા કહે છે. ગુલાબમાંથી જેમ ગુલકંદ બને છે એવી રીતે આ ફૂલોમાંથી જપાકંદ બને છે.

 

આ એક સદાહરિત રહેતો છોડ છે. એનાં લાલ, ગુલાબી, પીળાં, સફેદ વગેરે વિવિધ રંગનાં ફૂલોની જાત જોવા મળે છે.

 

આ છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે એવી જગ્યાએ રોપવો જોઈએ. એની ડાળીને કાપીને રોપવાથી પણ એને ઉગાડી શકાય છે. એકાદ બે વર્ષ પછી એને ખૂબ સારાં પ્રમાણમાં ફૂલો આવતાં હોય છે. 

 

જાસૂદ એ મલેશિયાનું રાષ્ટ્રીય ફૂલ છે.

*દરેક વૃક્ષ છે ખાસ*

( જાસૂદ - Hibiscus - ભાગ ૧ )

bottom of page