top of page
bili.jpg

બીલી

*બીલી*

શું તમને પેલી વાર્તા યાદ છે? એક શિકારી જંગલમાં શિકારની રાહ જોતો એક ઝાડ પર બેઠો હોય છે. સમય પસાર કરવા એ ઝાડ પરથી પાંદડા તોડીને નીચે નાખતો હોય છે. એ ઝાડ બીલીનું હોય છે અને ઝાડ નીચે શિવલિંગ હોય છે. આમ, શિકારી અનાયાસે જ શિવલિંગ પર બીલીપત્રનો અભિષેક કરતો હોય છે. આવી ભક્તિથી પણ ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે.

 

બીલીનાં પાન તેનાં ડીંટીયા ઉપર ત્રિશૂળની માફક ત્રણ ત્રણ હોય છે. શિવપૂજનમાં આ ઝાડનાં પાનનો ખાસ મહિમા છે. આ ઉપરાંત, એનાં પાન ડાયાબિટીસ અને સુગર કંટ્રોલ માટે ઔષધિ તરીકે પણ ઉપયોગી છે.

 

આપણી આવનારી પેઢી પણ બીલીપત્રનો ઉપયોગ કરી મહાદેવનું પૂજન કરી શકે એ માટે આપણે પણ એક બીલીનું વૃક્ષ ઉછેરીએ તો કેવું?

*દરેક વૃક્ષ છે ખાસ*

( બીલી  - ભાગ ૧ )

bottom of page