top of page
Khair.jpg

ખેર

*ખેર*

ખેર (ખેરિયો, ખૈર) એ ભારતમાં જોવા મળતું એક મધ્યમ કદનું બાવળની જાતિનું જંગલી ઝાડ છે. એને કાથાનું વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેનું વૃક્ષ ૧૫ થી ૨૦ ફૂટ ઊંચું હોય છે અને પાન બાવળ જેવાં હોય છે. એનાં ફૂલ આછા પીળા રંગના અને નાના હોય છે, ફળ ૨-૩ ઇંચ ના પાતળા ચમકદાર કથ્થઈ રંગ ના હોય છે. ફળમાં ૫-૭ બીજ હોય છે.

 

કાથો સ્વાદ માં કડવો હોય છે, ખેરની છાલ એ એક જંતુનાશક દવા છે, તેના પાંદડાઓનો ઉકાળો પીવાથી લોહી શુદ્ધ થાય છે. કાથા ને સરસવના તેલ સાથે દાંતમાં માલિશ કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે અને દાંતની સમસ્યામાં રાહત થાય છે.

હળદર અને કાથાના પાવડરને સાકર સાથે લેવાથી જૂની ખાસી મટે છે.

*દરેક વૃક્ષ છે ખાસ*

( ખેર - Acacia catechu   ભાગ ૧ )

​​

*ખેર*

મીઠું પાન તો તમે ખાધું જ હશે. શું તમે ક્યારેય કાથો લગાવ્યા વગરનું પાન ખાધું છે? જવાબ ના જ હશે. પાન પર લગાવવામાં આવતો આ કાથો ખેરનાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. ખેરનાં જાડા થડ નાં કઠણ રેસાઓને ઉકાળીને આ બનાવવામાં આવે છે. 

 

કાથો ઠંડક પ્રદાન કરનાર અને પાચનમાં મદદ કરે છે. મોંમાં ચાંદા પડ્યા હોય ત્યારે પણ આ કાથાનો ઉપયોગ કરવામાં આવે છે. કાથો ઘા રૂઝવવામાં પણ મદદરૂપ થાય છે.

 

ખેરનાં વૃક્ષનો એક મહત્ત્વપૂર્ણ ઉપયોગ કાથા માટે થાય છે. કાથાનાં ઉદ્યોગ સાથે ઘણાં લોકો સંકળાયેલા હોય છે. એટલે, ખેરનું વૃક્ષ પરોક્ષ રીતે ઘણાં લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.

 

આ ઉપરાંત, ખેરનાં વૃક્ષનાં પાંદડાં બકરી, ઊંટ વગેરેનાં ખોરાક તરીકે પણ ઉપયોગી છે.  

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( ખેર - Acacia catechu - ભાગ ૨ )

bottom of page