top of page
borsali.jpg

બોરસલી

*બોરસલી*

 

રસિકજનો જેનાં વગર બાગને અધૂરો ગણે એ વૃક્ષ એટલે બોરસલી.

 

સદાહરિત રહેતું આ વૃક્ષ એનાં સુગંધીદાર ફૂલો અને એની સુંદર ગીચ ઘટાને કારણે બાગ બગીચાઓમાં રોપવા માટે ખાસ પસંદ કરાય છે. ઘણાં મંદિરોનાં પરિસરમાં, જાહેર બાગ બગીચાઓમાં તેમજ ઘણી કૉલેજોના પરિસરમાં આ વૃક્ષ તમને જોવા મળી શકે છે. 

 

એનાં સફેદ રંગનાં સુગંધીદાર ફૂલો ભગવાનની પૂજામાં તેમજ વેણી બનાવવા માટે વપરાય છે. એનાં ફૂલોની ખાસિયત એ છે કે એનાં ફૂલ ઝાડ પરથી ખરી પડે એનાં પછી પણ થોડાં દિવસ સુધી સુગંધિત રહે છે.

 

બોરસલી ને સંસ્કૃતમાં બકુલ કહે છે. સારી જમીન અને પાણી મળી રહે તો ઝડપથી વધે છે અન્યથા ધીમે વધે છે. 

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(બોરસલી - Bulletwood Tree - ભાગ ૧)

*બોરસલી*

ભાગ ૧ માં આપણે જોયું કે બોરસલીને તેનાં સુગંધીદાર પુષ્પો અને સુંદર ગીચ ઘટાને કારણે બાગ બગીચાઓમાં રોપવા માટે ખાસ પસંદ કરાય છે. આજે એનાં અન્ય ગુણો વિશે જાણીએ.

 

એનાં લાલ કેસરી, તૂરા મીઠાં ફળ બાળકોની સાથે સાથે કોયલ, બુલબુલ, પોપટ, કંસારા, વાગોળ, ખિસકોલી વગેરેને પણ આકર્ષે છે. ગીચ ઘટા અને ફળોને કારણે ઉનાળામાં પણ આ વૃક્ષ પર પંખીઓનો કલરવ સાંભળવા મળે છે.

 

આયુર્વેદની દ્રષ્ટિએ બોરસલીનું દાતણ દાંત માટે લાભદાયી માનવામાં આવે છે. એનાં ઉપયોગથી દાંત મજબૂત બને છે અને ઘણાં દાંતનાં રોગોમાં રાહત અનુભવાય છે.

 

આ ઝાડનું લાકડું મજબૂત હોય છે અને સમુદ્રનાં ખારા પાણીમાં પણ ઘણું ટકે છે.

 

Bonus:->એનાં ફૂલોની સુગંધને કારણે એને *મધુગંધ* તરીકે પણ ઓળખવામાં આવે છે. 

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(બોરસલી - Bulletwood Tree - ભાગ  ૨)

bottom of page