top of page
garmalo.jpg

ગરમાળો

*ગરમાળો એટલે ફૂલોનો ભંડાર!*

ઉનાળામાં તમે હાઇ-વે પરથી પસાર થતાં હોવ ત્યારે તમે રસ્તાની બાજુમાં પીળાં રંગનાં ફૂલોથી લચી પડેલ એક વૃક્ષ જોયું હશે. આ વૃક્ષ એટલે આપણો ગરમાળો.

 

ઉનાળામાં ગરમાળો જ્યારે સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે ખૂબ સુંદર લાગે છે. આખું વૃક્ષ પીળાં રંગનાં ફૂલોથી લચી પડે છે. આ સમયે એમાં પાન ઓછાં અને ફૂલો ઝાઝાં હોય છે.

 

સુંદરતાની સાથે આ વૃક્ષનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે. એને ગરમ આબોહવા અનુકૂળ આવતી હોવાથી એ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં સરળતાથી ઉછેરી શકાય છે.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( ગરમાળો - ભાગ ૧)

bottom of page