top of page


ફણસ
*ફણસ*
ફણસ એ ૭ થી ૧૨ મીટર ઊંચું થતું સદાહરિત વૃક્ષ છે. ઝાડની છાલ આછી કાળી સહેજ લીલાશ પડતી કથ્થઈ રંગની હોય છે.
તેનું ફળ કે જેને ફણસી અથવા જેક ફ્રુટ કહે છે એ લીલા પોપટી રંગનું મોટા કદનું હોય છે. ફળની છાલ ખૂબ જ જાડી હોય છે અને એક્યુપ્રેશર જેવા કોમળ કાંટાવાળી હોય છે. તેની અંદર ૫૦ થી ૬૦ જેટલા પીળા રંગના ગોટલી વાળા ફળ હોય છે જેને ચાપા પણ કહેવાય છે. તે વીર્યવર્ધક, રક્તપિત્તનાશક અને મધુર હોય છે. ફણસમાંથી ચાપા કાઢવાનું કામ ભારે મહેનત અને આવડતનું કામ છે. ફણસનું શાક પણ બને છે.
તે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તથા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
(ફણસ - Jack fruit tree - ભાગ ૧)
bottom of page