top of page
સફેદ ચંપો
*સફેદ ચંપો*
ઘણાં જાહેર બાગ બગીચાઓની શોભા વધારતું વૃક્ષ એટલે સફેદ ચંપો.
પાંચ સફેદ પાંખડીઓ ધરાવતાં ફૂલનો વચ્ચેનો ભાગ સુંદર પીળાં રંગનો હોય છે અને ફૂલમાંથી સરસ ધીમી મીઠી સુગંધ આવતી હોય છે. આ ફૂલો ભગવાનની પૂજા તેમજ સુશોભન માટે ઉપયોગી છે.
ઘણાં મંદિરોનાં પરિસરમાં આ વૃક્ષને ઉછેરવામાં આવતું હોવાથી એને *Temple tree* પણ કહે છે.
આ વૃક્ષની આશરે બે આંગળી જેટલી જાડી ડાળીને એનાં પાંદડાં દૂર કરીને રોપવાથી એને સરળતાથી ઉછેરી શકાય છે. એને વધુ ભેજવાળી જમીન માફક ન હોવાથી થોડો તાપ હોય એવાં ગરમ દિવસોમાં ડાળી રોપવી હિતાવહ છે.
*દરેક વૃક્ષ છે ખાસ!*
(સફેદ ચંપો - Frangipani - ભાગ ૧)
bottom of page