top of page
![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![kanjo1.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_a8907363259c4d9298823eaa4699c648~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,lg_1,q_80,enc_avif,quality_auto/kanjo1.jpg)
કણજો
*કણજો*
ઉપરોક્ત ફોટો જુઓ. ઉનાળાની ઋતુ દરમિયાન ચપટાં ફૂલ જેવાં આકારનાં પલપલિયા તમે જોયાં હશે. બાળપણમાં ઉત્સુકતાવશ તમે એનાં સ્વાદિષ્ટ બીજ ખાધાં પણ હશે.
આ ફળ જે વૃક્ષનાં છે તે વૃક્ષ એટલે કણજો. આ વૃક્ષને ચરેલ પણ કહે છે. તેનું વૃક્ષ ૧૮ થી ૨૦ મીટર જેટલું ઊંચું થાય છે. એનાં ફૂલ, પાન તથા છાલનો ઉપયોગ મધુપ્રમેહ, ચામડીનાં વિવિધ રોગો તથા ઘાને જલ્દી રૂઝાવવા માટે કરવામાં આવતો હોય છે.
એનાં લાકડાંનો ઉપયોગ ફર્નિચર, કોતરકામની બનાવટો તેમજ રમકડાં બનાવવામાં થાય છે.
બોનસ :-> NSS IIT બોમ્બેનાં બ્લોગમાં આ વૃક્ષને સ્થાન મળેલ છે. https://nssiitbblog.wordpress.com/2019/07/03/3-indian-elm-tree-a-versatile-medicinal-plant/
*દરેક વૃક્ષ છે ખાસ*
(કણજો - Indian Elm tree - ભાગ ૧ )
bottom of page