top of page
red wood.jpg

રેડવૂડ

*રેડવૂડ* 

*સંપનો સંદેશ આપતું વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ!*

 

Hyperion નામનું અમેરિકામાં આવેલું વૃક્ષ વિશ્વનું સૌથી ઊંચું જીવિત વૃક્ષ હોવાનું બહુમાન ધરાવે છે. તેની ઊંચાઈ ૩૮૦ ફૂટ અને એના થડનો વ્યાસ ૧૫.૯ ફૂટ જેટલો છે. અહીં રજૂ કરવામાં આવેલ માણસ, જિરાફ તથા અન્ય વૃક્ષોની ઊંચાઈની સરખામણી કરતાં ફોટો વડે તમે આ વૃક્ષની ઊંચાઈનો અંદાજ મેળવી શકો છો.

Hyperion એ Coastal Redwood પ્રજાતિનું વૃક્ષ છે. આ પ્રકારનાં વૃક્ષોનું આયુષ્ય ૧૨૦૦ થી ૨૨૦૦ વર્ષ માનવામાં આવે છે. અને આ પ્રકારનાં વૃક્ષો સામાન્ય રીતે ૨૦૦ ફૂટ કરતાં વધારે ઊંચાઈ ધરાવતાં હોય છે.

 

સામાન્ય વિચાર એવો આવે કે આટલી ઊંચાઈ ધરાવતાં વૃક્ષોનાં મૂળિયાં પણ જમીનમાં ખૂબ ઊંડે સુધી જતાં હોવા જોઈએ. પણ *આશ્ચર્યજનક* રીતે એમનાં મૂળિયાં જમીનમાં ફક્ત ૬ થી ૧૨ ફૂટ ઊંડા ગયેલાં જાણવા મળ્યું છે. પણ એ ખૂબ દૂર સુધી ફેલાયેલા હોય છે અને બીજાં આવા વૃક્ષોનાં મૂળિયાં સાથે જાણે કે જાળું બનાવતાં હોય એવી સરસ રીતે ગુંથાયેલા હોય છે. અને આ રચના પરસ્પર રીતે બધાં વૃક્ષોને સખત વાવાઝોડાં અને અન્ય વિષમ પરિસ્થિતિઓમાં ટકાવી રાખે છે. આ રીતે એ જાણે કે માનવજાતને " _*United we stand, Divided we fall*_ " નો સંદેશો આપતાં હોય.

 

Bonus :-> વિષય પ્રેરણા ૩ ઓક્ટોબર, ૨૦૨૧ની રવિ સત્સંગ સભામાં સંપ વિશે આદરણીય જ્ઞાનવત્સલ સ્વામીએ આપેલ પ્રવચનમાંથી સાભાર.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(રેડવૂડ -Coastal Redwood - ભાગ ૧)

bottom of page