top of page
falsa.jpg

ફાલસા

*ફાલસા* 

ઉનાળામાં તમે કદાચ આ ફળ ખાધાં હશે કે કદાચ એનું શરબત પીધું હશે. એનાં ફળો કદમાં નાના હોય છે. તે ઘેરા ભૂખરા લાલ તથા જાંબુડિયા રંગનાં હોય છે. સ્વાદમાં ખટમધુરા એટલે કે ખાટા મીઠા લાગે છે.

 

કેરી, તરબૂચ, ટેટી, ચીકુ, કાકડી વગેરેની જેમ ફાલસાનાં ફળો પણ ઉનાળામાં આવે છે. અને ભગવાનની ગોઠવણ પણ એવી સરસ કે ઉનાળાની ઋતુમાં આવતાં આ બધાં ફળોમાં એક ખાસિયત એ હોય છે કે એ ખાવાથી શરીરને ગરમીમાં રાહત થાય.

 

વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકે એવું ખડતલ વૃક્ષ હોવાથી આ વૃક્ષને સૂકા તેમજ અર્ધસૂકા વિસ્તારમાં પણ ઉછેરી શકાય છે.

*દરેક વૃક્ષ છે ખાસ* 

( ફાલસા - Phalsa - ભાગ ૧ )

bottom of page