top of page
kothu.jpg

કોઠી

*કોઠી*

કોઠું કે એની ચટણી તમે ખાધી હશે. પાકું કોઠું રુચિકર, કંઠને સાફ કરનાર, પૌષ્ટિક તેમજ કફ, શ્વાસ તથા પેટનાં વિવિધ રોગોમાં લાભદાયી છે. આ ફળ જે વૃક્ષ પર થાય એ વૃક્ષ એટલે કોઠી.

 

ધીમેથી વિકસતું સહેજ કાંટાવાળું આ વૃક્ષ ઘણાં ઓછાં પાણીમાં અને વિકટ પરિસ્થિતિમાં પણ સહેલાઈથી ટકી શકે છે. એનાં બીજમાંથી મોટેભાગે આપમેળે ઊગી નીકળતું આ વૃક્ષ ૩૦ ફુટ કરતાં પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. 

 

તમને યાદ છે છેલ્લે ક્યારે તમે કોઠીનું વૃક્ષ જોયું હતું? ધીમે ધીમે એનાં વૃક્ષો ઘટી રહ્યાં છે. વિકિપીડિયા પણ નોંધે છે કે કોઠું એ ઘણું પૌષ્ટિક હોય છે. આવું ફળ આવનારી પેઢી પણ માણી શકે અને તંદુરસ્ત રહી શકે એ માટે કોઠીનાં વૃક્ષ પણ ઉછેરવામાં આવે તો કેવું?

બોનસ :-> કોઠીનાં પાન વરિયાળીની જેમ સુગંધિત હોય છે અને આ પાન સૂંઘવાથી થોડીવારમાં હેડકી બેસી જાય છે. 

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( કોઠી - Wood Apple tree - ભાગ ૧ )

bottom of page