top of page
mitho limbdo.jpg

મીઠો લીમડો

*મીઠો લીમડો*

દાળ કે કઢીનો વઘાર જેનાં વગર અધૂરો માનવામાં આવે છે એ વસ્તુ એટલે મીઠો લીમડો! મીઠાં લીમડાનાં *તાજાં* પાનની સોડમ જ અલગ હોય છે.

 

મીઠાં લીમડાનો ઉપયોગ રસોઈની સુગંધ વધારી દે છે. એટલે, ગૃહિણીઓ દાળ, કઢી, સૂકી ભાજી, વધારેલી ખીચડી વગેરેમાં એનો ઉપયોગ કરે છે. 

 

દક્ષિણ ભારતમાં મીઠાં લીમડાનો રસોઈમાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. મસાલા ઢોસા, ઈડલી સંભાર, રસમ જેવી વાનગીઓમાં એનો ખાસ ઉપયોગ થાય છે.

 

આ ઉપરાંત, મીઠો લીમડો લોહીમાં સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

 

ઘર નજીક જો એક મીઠાં લીમડાનું વૃક્ષ ઉછેરવામાં આવે તો આસપાસની ઘણી ગૃહિણીઓને રાહત થઈ જાય અને એ રસોઈમાં એનાં તાજાં પાનનો ઉપયોગ કરી શકે.

*દરેક વૃક્ષ છે ખાસ*

(મીઠો લીમડો  - ભાગ ૧)

bottom of page