top of page
સરગવો
*સરગવો એટલે પોષકતત્ત્વોનો ભંડાર!*
સરગવામાં કૅલ્શિયમ, વિટામિન અને લોહતત્ત્વ સારાં પ્રમાણમાં હોય છે. તેથી, કુપોષણ સામે લડવામાં ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ અને વિકસતાં બાળકો માટે. આ ઉપરાંત, સરગવો સંધિવામાં પણ સહાયક થાય છે.
સરગવાની ઋતુમાં અઠવાડિયામાં બે-ત્રણ વખત એની શીંગનું શાક ખાવું આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે. દક્ષિણ ભારતમાં એનો સંભાર બનાવવામાં પણ ઉપયોગ થાય છે.
સરગવો એ ઝડપથી વિકસતાં વૃક્ષોમાંનું એક છે. એ એક વર્ષમાં ૧૦ ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. એ મધ્યમ કદનું વૃક્ષ હોવાથી દીવાલથી ૪-૫ ફૂટ નાં અંતરે પણ રોકી શકાય છે.
*દરેક વૃક્ષ છે ખાસ*
(સરગવો - ભાગ ૧)
bottom of page