top of page
ambo.jpg

આંબો

*આંબો*

એક જાણીતી કથા મુજબ, એક અત્યંત વૃદ્ધ ખેડૂતને, ખેતરનાં શેઢે ઊગેલા આંબાનાં છોડનું અત્યંત કાળજીપૂર્વક જતન કરતાં જોઈને કોઈ નવયુવાને ટીખળમાં પૂછી નાંખ્યું કે," દાદા, તમે આ આંબાની કેરીઓ ખાવા પામશો?" ત્યારે તે વૃદ્ધ ખેડૂતે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, "ભાઈ, હું ભલે આ આંબાની કેરી ખાવા જીવતો નહીં હોઉં પરંતુ, કોઈકે રોપેલા આંબાની કેરી મેં બહુ ખાધી છે તેથી તે ૠણ ચૂકવવા કાજે હું આ આંબાનું જતન કરી રહ્યો છું. હું નહીં પણ તમે તો આ કેરી ખાશો ને?"

 

જી હાં, આ વડીલની જેમ જો પ્રેમથી આંબાની યોગ્ય માવજત કરવામાં આવે તો એ ૧૦૦ થી પણ વધારે વર્ષ સુધી આવનારી પેઢીઓને મીઠી મધુરી કેરી આપી શકે છે. (અમુક આંબા ૩૦૦ થી પણ વધારે વર્ષ સુધી કેરી આપતાં હોય છે.)

 

જો અનુકૂળ હોય તો ખેતરનાં શેઢે કે અન્ય અનુકૂળ જગ્યાએ આપણે પણ એકાદ આંબો વાવીએ તો કેવું?

 

*દરેક વૃક્ષ છે ખાસ*

( આંબો - ભાગ ૧ )

bottom of page